શ્રી હરસિધ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટ હડિયાણાની સ્થાપના ૨૦૦૨ના રોજ થઇ હતી. ત્રિવેદી પરિવારનું સંગઠન વધુ મજબુત થાય અને આ સંગઠન થકી સર્વ ત્રિવેદી પરિવારનો સર્વાંગી ઉત્કષ થાય, એકની શક્તિ અન્યને પણ કામ લાગે અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના ઉજાગર થાય તે હેતુથી મા હરસિધ્ધિ ની ધ્વજા ફરકાવવમાં આવી અને માતાજીના ઐતિહાસિક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. શ્રી હરસિધ્ધિ માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે માતાજીના સાનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક પ્રવ્રુતીની સાથોસાથ જનજાગ્રુતી, જ્ઞાતિ વિકાસ માટેનો અવિરત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.