શ્રી હરસિદ્ધિ માતાજી ટ્રસ્ટ દ્વારા દર વર્ષે હરસિદ્ધિ માતાજીના આંગણે નવચંડી યજ્ઞ હવન અને દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આપ સર્વેના સહયોગથી દર વર્ષે દશેરા હવનકાર્ય, મહાપ્રસાદ, તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ સામાન્ય સભા રાખવામાં આવે છે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા દશેરાના દિવસે રક્તદાન શીબીરનું આયોજન પણ કરવામાં આવે છે.દર વર્ષે હરસિદ્ધિ યુવક મંડળ, ગરબા મંડળ, પુજારી પરિવાર તેમજ સ્થાનિક યુવાક કાર્યકરો દ્વારા નવરાત્રી મહોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા નવરાત્રીમાં ભાગ લેનાર બાળાઓ તથા સંગીતકારોને ઇનામો આપવામાં આવે છે.

આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા હડિયાણા ગામમાં આવેલ નિચે દર્શાવેલ દેવસ્થાનનો વહીવટ પણ કરવામાં આવે છે.

ત્રિવેદી પરિવારનાં સતિમાતાનું મંદિર

ત્રિવેદી પરિવારનાં સુરાપુરા દાદાનું મંદિર